એ શું હતુ.!

ખબર નહી એ શું હતુ !!
જાલ્યો જ્યારે તે હાથ મારો એ ક્ષણ થકી જે ધ્રુજારી ઉપડી એ શું હતુ ...
બસ એજ ક્ષણ મા આખી જીંદગી જિવી લઉં એજ એક ઈચ્છા દિલ ના ઉંડાણ થી નિકળી એ શું હતુ..
આખી જીંદગી ની રાહ તારા થકી પૂરી થઇ ગઇ એ એહસાસ નું ઝાંખુ ચિત્ર નજર સામે તર્યૂ !
એ જ સમયે પાંપણ માંથી એક આંસુ જર્યુ
ખબર નહી વડી એ શું હતુ ....
નથી તુ પણ અજાણ આ એહસાસ થી...
જાણ હોવા છતા દિલ તારુ પણ અજાણ બન્યૂ
હવે તુ જ કે એ શું હતું ?

Comments

Popular Posts